મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઓવરલોડના નામે તોડબાજી/ બોચાસણ ટોલ નાકા પર પૈસા પડાવતા કર્મીને ચાલકે ટેમ્પો પર ટીંગાળ્યો, Video થયો વાયરલ

આણંદ જિલ્લાના વાસદ-તારાપુર સિક્સ લેન હાઇવે પર આવેલા બોચાસણ ટોલ ટેક્સ

આણંદ જિલ્લાના વાસદ-તારાપુર સિક્સ લેન હાઇવે પર આવેલા બોચાસણ ટોલ ટેક્સ નાકા પર ટોલ કર્મચારીઓની કથિત દાદાગીરીનો એક ચોંકાવનારો Video સામે આવ્યો છે. ઓવરલોડ ન હોવા છતાં ટોલ કર્મીઓ પૈસા માટે હેરાનગતિ કરતા હોવાના આક્ષેપ સાથે, એક આઇસર ટેમ્પો ચાલકે ગુસ્સામાં એક કર્મીને ટેમ્પો પર લટકાવી દીધો હતો. આ Video સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઓવરલોડના નામે તોડબાજીનો આક્ષેપ

મળતી માહિતી મુજબ, આઇસર ટેમ્પો તારાપુરથી વાસદ તરફ જઈ રહ્યો હતો. ટેમ્પો ચાલકનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમનો ટેમ્પો ઓવરલોડ ન હોવા છતાં, બોચાસણ ટોલ નાકા પર ફરજ બજાવતા કર્મચારીઓ વધુ પૈસા પડાવવા માટે 'ઓવરલોડ'નું બહાનું કાઢીને દાદાગીરી અને તોડબાજી કરતા હતા.  કર્મચારીઓ દ્વારા વારંવાર પૈસા માટે હેરાન કરવામાં આવતા, ટેમ્પો ચાલક ગુસ્સે ભરાયો હતો. 

ટોલ કર્મીને ટેમ્પો પર લટકાવ્યો

ગુસ્સે ભરાયેલા બોરસદના આ ટ્રક ચાલકે ટોલ નાકા પર ફરજ બજાવતા એક કર્મીને ટેમ્પોના આગળના ભાગમાં લટકાવ્યો હતો. આ ઘટનાનો વીડીયો કોઈ રાહદારી દ્વારા ઉતારી લેવામાં આવ્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડીયોમાં ટેમ્પો ચાલકનો ગુસ્સો અને ટોલ કર્મીઓની હેરાનગતિની નીતિ સામેનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.

આ સમાચાર શેર કરો