રસ્તો ક્રોસ કરતી વખતે આવી ભૂલ ન કરતા, બારડોલીમાં આ રીતે 100 ફૂટ ઢસડાયાં ચાર યુવકો
સુરતના બારડોલી કડોદ સ્ટેટ હાઇવે પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હત

સુરતના બારડોલી કડોદ સ્ટેટ હાઇવે પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક બાઈકે બીજા બાઈકને ધડાકાભેર ટક્કર મારતા 4 લોકો હવામાં ફંગોળાયા હતાં. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યાં છે. જેમા એક બાઈક ચાલક રોડ ક્રોસ કરી રોંગ સાઈડમાં જઈ રહ્યો હતો. તેવામાં સામેથી 3 સવારી સાથે આવી રહેલું બાઈક તેને ટક્કર મારે છે. બંને બાઈકની ભયંકર ટક્કરને પગલે રોડ ક્રોસ કરનાર બાઈક ચાલક અને સામેથી આવી રહેલ બાઈકમાં સવાલ 3 મળી કુલ ચાર લોકો ફંગોળાઈને રસ્તા પર પડ્યાં હતાં. સામેથી આવી રહેલા બાઈકમાં સવાલ 3 લોકો અંદાજીત 100 ફુટ જેટલા રોડ પર ઢસડાયા હતાં.જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ચારેય લોકોને નાની મોટી જઈ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.




