અમદાવાદ: નવી પોલીસ કમિશનર કચેરીના ઉદ્ઘાટન માટે બનાવેલો ડોમ ધરાશાઈ, ત્રણ મજૂર ઇજાગ્રસ્ત
શાહીબાગમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવ

શાહીબાગમાં નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. પરિણામે ઉદ્ઘાટનના સમારોહ માટે ડોમ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ ડોમનો અમુક ભાગ ધરાશાઈ થતા ત્રણ મજૂરો દટાયા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં બનેલ નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન નવરાત્રિના પ્રથમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થવાનું છે. પરિણામે ઉદ્ઘાટનના સમારોહ માટે નવી પોલીસ કમિશનર કચેરીના કમ્પાઉન્ડમાં જ ડોમ બનાવવામાં આવી રહ્યો છે. જે દરમિયાન આજે ડોમનો કેટલોક ભાગ ધરાશાઈ થયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મજૂરો દટાયા હતા.
જોકે, ત્યાં હાજર પોલીસકર્મીઓ તેમને તાત્કાલિક બહાર કાઢીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.






