મોરબીમાં બાળકના ઓપરેશન દરમિયાન શંકાસ્પદ રીતે મોત મામલે સામે આવ્યું ડોક્ટરનું નિવેદન
મોરબીમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થવાના આક્ષેપને મામલે હરિઓમ હોસ્પિટલના ડોક્ટરનું નિવેદ

મોરબીમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થવાના આક્ષેપને મામલે હરિઓમ હોસ્પિટલના ડોક્ટરનું નિવેદન સામે આવ્યું છે. મોરબી જિલ્લાના વાંકાનેરમાં ઓપરેશન દરમિયાન મોત થવાના મામલે હરિઓમ હોસ્પિટલના ડોક્ટર હર્ષદ મહેશ્વરીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ઘટના વિશે પ્રકાશ પાડ્યો હતો તથા ફોરેન્સિક પેનલ પોસ્ટમોટર્મ માટે માંગણી કરી હતી.
શું હતી સમગ્ર ઘટના ?
ચોટીલાના દેવસર ગામે શાળાથી બાળક ઘરે પરત ફરી રહ્યો હતો, તે સમયે તે પડી જતા તેના હાથમાં ઈજા પહોંચી હતી. ઈજા પહોંચતા પરિવાર તેને વાંકાનેરની હરીઓમ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલ સંચાલકોએ પરિવારની સહમતિથી ઓપરેશનની પ્રક્રિયા ચાલુ કરી હતી. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા પછી એન્સથેસિયા આપ્યા બાદ અને ઓપરેશન ચાલુ કર્યા પહેલા 15 જ મિનિટમાં તેને આંચકી આવવાની ચાલુ થઈ ગઈ. જેથી તેને તાત્કાલિક બાળકોના નિષ્ણાંત પાસે લઈ જતાં તેમણે બાળકને મૃત જાહેર કર્યો હતો.
અચાનક બાળકનું મોત નિપજતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારે ગંભીર આરોપ લગાવ્યો હતો કે બાળક હોસ્પિટલમાં ચાલીને ગયો હતો પરંતુ અમને મૃતદેહ મળ્યો હતો.
ફોરેન્સિક PM માટે તેનો મૃતદેહ લાવવામાં આવ્યો
પરિવારે હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો તેમજ તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો. મામલાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો. જો કે, બાળકનું કયા કારણોસર મોત નિપજ્યું તે માટે રાજકોટ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોટર્મ માટે તેના મૃતદેહને ખસેડવામાં આવ્યો છે.






