મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી સિરામીક ઉદ્યોગના બે પ્રમુખોએ આપ્યા રાજીનામાં, જાણો શું છે કારણ

વિશ્વના બીજા નંબરના સિરામીક ઉદ્યોગના એસોસિયનના બે પ્રમુખની ટર્મ પૂરી થતાં રાજીનામું આપવામાં આવ્યું છે. ગુ

મોરબી સિરામીક ઉદ્યોગના બે પ્રમુખોએ આપ્યા રાજીનામાં, જાણો શું છે કારણ

વિશ્વના બીજા નંબરના સિરામીક ઉદ્યોગના એસોસિયનના બે પ્રમુખની ટર્મ પૂરી થતાં રાજીનામું આપવામાં આવ્યું છે. ગુજરાતના મોરબી ખાતે આવેલા સિરામિક એસોસીએશનના બે પ્રમુખોની ટમ પૂર્ણ થતા રાજીનામા આપવામાં આવ્યા છે. વિટ્રિફાઇડ એસોસિયેશનના પ્રમુખ મુકેશ કુંડારીયા અને ફ્લોર ટાઇલ્સ એસોસીએશનના પ્રમુખ વિનોદ ભાડજાએ રાજીનામું આપ્યું છે. દજેને પગલે હવે વિટ્રિફાઈડ એસોસિયેશન અને ફ્લોર ટાઈલ્સ એસોસિયેશનના પ્રમુખ માટેની ચૂંટણી આગામી સમયમાં હાથ ધરાશે. 

મોરબી સિરામિક એસોસિએશનના બંધારણ મુજબ એક વ્યક્તિ બે ટર્મ સુધી પ્રમુખ પદ પર રહી શકે છે. આ ઉપરાંત રાજીનામું આપનાર બંને પ્રમુખ હવે ફરીથી દાવેદારી પણ નહીં કરી શકે. અર્થાત નવા ઉદ્યોગ સાહસિકને પ્રમુખ પદનો ચાન્સ પણ મળે છે. 

આ સમાચાર શેર કરો