મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ડોક્ટર પર યુવકે કેમિકલથી કર્યો હુમલો,  ગંભીર હાલતમાં તબીબને ખસેડાયા હોસ્પિટલ

સુરતમાં એક તરફ બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યાં છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલાનો બનાવ સામ

સુરતમાં ડોક્ટર પર યુવકે કેમિકલથી કર્યો હુમલો,  ગંભીર હાલતમાં તબીબને ખસેડાયા હોસ્પિટલ

સુરતમાં એક તરફ બોગસ ડોક્ટર ઝડપાઈ રહ્યાં છે. ત્યારે ગોડાદરા વિસ્તારમાં તબીબ પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. જેમાં અજાણ્યા વ્યક્તિએ ડોક્ટરની ક્લિનિકમાં ઘુસીને જ્વલનશીલ કેમિકલ છાંટી દીધું હતું. જેથી ડોક્ટરની હાલત ખરાબ થઈ હતી. જેથી તેમને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ સુરતમાં એક વર્ષની બહેનના રુદનથી કંટાળેલા 13 વર્ષના ભાઈએ કરી હત્યા, ઓશીકું મોં પર દબાવી દેતા શ્વાસ રૂંધાયો

સીસીટીવીમાં ઘટના કેદ

અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ નાખી તબીબ પર હુમલો કર્યો હતો. ગોડાદરા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. ગોડાદરા વિસ્તારમાં આવેલ ક્લિનિક પર અજાણ્યા યુવકે જ્વલનશીલ કેમિકલ લઈને ક્લિનિકમાં ઘૂસી આવ્યો હતો. તબીબ પર કેમિકલ નાખ્યું હતું. યુવકે કેમિકલયુક્ત પ્રવાહી નાખી ડોક્ટર પર હુમલો કર્યો હતો. 

પોલીસે તપાસ આદરી

તબીબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.ગોડાદરા પોલીસને ઘટનાની જાણ કરાતા પોલીસ સ્થળ પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તબીબ પર કેમિકલ હુમલાના CCTV સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જ્વલનશીલ કેમિકલ હુમલામાં ડોક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ ડોક્ટરની હાલત નાજુક છે.

આ સમાચાર શેર કરો