Dhoraji news: બાઈકની ટક્કર બાદ 2 વ્યક્તિઓ વચ્ચે મારામારી, પોલીસે મામલો થાળે પાડ્યો
ગુજરાતના ધોરાજીમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે&n

ગુજરાતના ધોરાજીમાં સામાન્ય બાબતે મારામારીની ઘટના સર્જાઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે ધોરાજીનાં કુંભારવાડા વિસ્તારમાં બે બાઈકની ટક્કર થઈ હતી. આ ટક્કર બાદ સામ સામે પક્ષે પહેલા બોલા ચાલી થઈ ત્યાર બાદ આ માથાકૂટ મારામારીમાં સર્જાઈ હતી. ઘટના બાદ બન્ને શખ્સો વચ્ચે મારા મારી થઈ હતી.
હોસ્પિટલની બહાર ટોળેટોળાં એકઠાં થયાં
ઘટનામાં પટેલ અને મુસ્લિમ સમાજના બે વ્યક્તિઓ સામેલ હતા. ઘટનાને પગલે બંને વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હોવાથી તેમને ધોરાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસે લગાવ્યો અશાંત ધારો
હોસ્પિટલની બહાર ટોળેટોળાં એકઠાં થયાં હતાં, જેના કારણે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે હોસ્પિટલ વિસ્તારમાં અસામાજિક તત્ત્વોને રોકવા અશાતધારો લગાવ્યો હતો અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યું હતું.






