મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: ધાતરવડી ડેમ-૨ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Amreli news: અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ત્યારે રાજુ

Amreli news: ધાતરવડી ડેમ-૨ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Amreli news: અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. ત્યારે રાજુલાનો જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-૨ ઓવરફ્લો થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. આ સાથે ડેમમાં પાણીની આવક સતત વધતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. 

અમરેલીમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર થતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે, સાથે જળાશયોમાં નવા નીરની આવક થતા જળસપાટીમાં પણ વધારો થયો છે. રાજુલા તાલુકાના જીવાદોરી સમાન ધાતરવડી ડેમ-૨ માં પણ પાણીની સતત આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમનો એક દરવાજો ૦.૩ મીટર જેટલો ખોલવામાં આવ્યો છે. આ ચોમાસાની સીઝન દરમ્યાન ડેમ બીજી વખત ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણીની આવક સતત વધતા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. 

આ સમાચાર શેર કરો