ઉપલેટા: સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં નરાધમને ધોરાજી કોર્ટે ફટકારી 20 વર્ષની સજા
રાજકોટના ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને ઠરાવી 20 વર્ષની સજા

રાજકોટના ઉપલેટાની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં ધોરાજીની સેશન્સ કોર્ટ આરોપીને ઠરાવી 20 વર્ષની સજા ફટકારી છે. આરોપીએ સગીરાને લલચાવી ,ફોસલાવીને લગ્નની લાલચ આપી હતી.
લગ્નની લાલચ આપીને સગારીને ભગાડીને દુષ્કર્મ આચર્યું
લગ્નની લાલચ આપીને સગારીને ભગાડી ગયો હતો. લગ્નની લાલચ આપીને સગીર પર વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. તો બીજી તરફ સગીરા ઘરેથી ભાગી જતા પરિવારે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી.
ખોટા દસ્તાવેજો પુરાવા અને ઓળખ પુરાવા તૈયાર કર્યા
તપાસમાં સામે આવ્યું હતું કે ખોટા દસ્તાવેજો પુરાવા અને ઓળખ પુરાવા તૈયાર કરી કિશોરી યુવક સાથે ભાગી ગઈ હતી. આ કેસમાં ધોરાજી સેશન્સ કોર્ટે આરોપીને 20 વર્ષની સજા અને રૂપિયા 9,000 નો દંડ ફટકાર્યો હતો.
ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ
ધોરાજીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપી મયુર ઉર્ફે કાનો ભીખાભાઈને ભારતીય દંડ સંહિતાની કલમ 363 કલમ 366 કલમ 376 (2) (N) તથા પોક્સો એક્ટની કલમ 6 મુજબ ગુન્હેગાર ઠરાવી અને રૂપિયા 9,000 દંડ ફટકાર્યો હતો અને સાથે 20 વર્ષની પણ સજા ફટકારી હતી. આ ઉપરાંત કોર્ટે ભોગ બનનારને રૂપિયા 7 લાખ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.






