મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના બેટ દ્વારકા, દ્વારકા અને આરંભડામાં મેગા ડિમોલેશન, 8 દિવસમાં કુલ 525 દબાણો કરાયા દુર

રાજ્યના બેટ દ્વારકામાં, દ્વારકા અને આરંભડા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કર

ગુજરાતના બેટ દ્વારકા, દ્વારકા અને આરંભડામાં મેગા ડિમોલેશન, 8 દિવસમાં કુલ 525 દબાણો કરાયા દુર

રાજ્યના બેટ દ્વારકામાં, દ્વારકા અને આરંભડા ખાતે મેગા ડિમોલેશનમાં 8 દિવસમાં કુલ 525 દબાણો દૂર કરાયા હતા. 8 દિવસ ચાલેલા મેગા ડીમોલીશનમાં અનેક રહેણાક મકાનો સહિત, કોમર્શિયલ બાંધકામો અને ધાર્મિક બાંધકામો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. અંદાજે રૂપિયા 73.55 કરોડની કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું હતું.

 દ્વારકામાં કુલ 525 દબાણો દૂર કરાયા

 દ્વારકામાં દબાણ દૂર કરવાની કામગીરી યથાવત છે. ત્રણ દિવસમાં બાલાપરમાં 260 જેટલાં મકાન તોડવામાં આવ્યા છે. આ સાથે ગેરકાયદેસર ઊભા કરવામાં આવેલાં બાંધકામ દૂર કરી 60800 ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ત્રણ દિવસની અંદર આશરે 30 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ધંધુકા: વીજ કચેરીમાંથી જ એન્જિનિયરનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ

એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું

એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો