Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Dhandhuka: The body of a senior engineer was found inside the electricity office

ધંધુકા: વીજ કચેરીમાંથી જ એન્જિનિયરનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2025
લાઇવ ટીવીGoogle News
ધંધુકા: વીજ કચેરીમાંથી જ એન્જિનિયરનો મૃતદેહ મળ્યો, હત્યા કે આત્મહત્યાનું રહસ્ય અકબંધ

ધંધુકા યુજીવીસીએલના જુનિયર એન્જિનિયરનો મૃતદેહ કચેરીમાંથી જ આવતા ચકચાર મચીહતી.આ સંદર્ભે ધંધુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુન્હો નોઁધી મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.  છોટા ઉદેપુરના વતની તરૂણભાઈ જગાભાઈ રાઠવાની થોડા સમય પૂર્વેજ અન્ય જિલ્લામાંથી બોટાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આવેલી યુજીવીસીએલ કચેરીમાં બદલી થઈ હતી. અને હાલ તેઓ ધંધુકા સ્થિત કચેરી ખાતે નોકરી કરતા હતા.

App Store

 ધંધુકાની યુજીવીસીએલની કચેરીમાં જ મળ્યો મૃતદેહ

દરમિયાનમાં ગતરાત્રિના સુમારે ધંધુકાની યુજીવીસીએલની કચેરી ખાતે સુતા હતા,બાદમાં કલાકો સુધી તેમની કોઈ હલનચલન જોવા ન મળતાં સહકર્મીઓએ તેમને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ, તેમના તરફથી કોઈ હલન-ચલન કે પ્રત્યુતર ન મળતાં બનાવ અંગે ધંધુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છ: નખત્રાણામાં સોનાના વેપારી સાથે લૂંટ, છરીના ઘા મારીને દાગીનાની બેગ લઈને આરોપીઓ રફુચક્કર

વીજ કર્મીના રહસ્યમય સંજોગોમાં આકસ્મિક મોતને લઈ ભારે ચકચાર મચી

બનાવના પગલે પોલીસ તથા ૧૦૮ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમને મૃત જાહેર કરાતાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બીજી તરફ, વીજ કચેરીમાં પણ વીજ કર્મીના રહસ્યમય સંજોગોમાં આકસ્મિક મોતને લઈ ભારે ચકચાર મચી હતી.  ધંધુકા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી તેમના મોતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે વીજ કર્મીના મોતનું કારણ સ્પષ્ટ થશે તેમ પોલીસ સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.