મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં વકીલ અને તેના પિતા પર જીવલેણ હુમલો, આરોપીઓ માર-મારી રફુચક્કર

ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેરમાં કાયદાના લીરે-લારી ઉડ્યા છે. શહેરના પ્રખ્યાત વકીલ

દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં વકીલ અને તેના પિતા પર જીવલેણ હુમલો, આરોપીઓ માર-મારી રફુચક્કર

ગુજરાતના દેવભૂમિ દ્વારકાના ભાણવડ શહેરમાં કાયદાના લીરે-લારી ઉડ્યા છે. શહેરના પ્રખ્યાત વકીલ પર જીવલેણ હુમલો થયો છે. મળતા અહેવાલ પ્રમાણે લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા વકીલના ઘર પાસે ઘટના બની છે.શખ્સો માર-મારીને ફરાર થઈ ગયા હતા.

વકીલનાં પિતાને પણ માર માર્યો

આરોપીઓએ ઘરની બહાર જ વકીલ અને તેના પિતાને ઢોર માર માર્યો હતો. આ જીવલેણ હુમલામાં પિતા-પુત્રને ગંભીર ઇજા થઇ છે. વધુ સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને  જામનગર રિફર કરાયા છે.

અંગત અદાવતમાં જીવલેણ હુમલા કરાયાની આશંકા

અંગત અદાવતમાં જીવલેણ હુમલા કરાયાની આશંકા છે. સમગ્ર મામલાની જાણ થતા પોલીસે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરી છે.

આ સમાચાર શેર કરો