મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

BHAVNAGAR : 500 રૂપિયા ન આપતા દારૂડિયા પુત્રએ કરી પિતાની ઘાતકી હત્યા

Bhavnagar News : ભાવનગર શહેરમાં એક પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમા

BHAVNAGAR : 500 રૂપિયા ન આપતા દારૂડિયા પુત્રએ કરી પિતાની ઘાતકી હત્યા

Bhavnagar News : ભાવનગર શહેરમાં એક પુત્રએ તેના પિતાની ઘાતકી હત્યા કરી નાખી છે. શહેરના આખલોલ જકાતનાકા વિસ્તારમાં આ ઘટના ઘટી છે. પોલીસે હત્યારા પુત્ર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ચિત્રા આખલોલ જગાતનાકા ઇન્દિરાનગર નવી નિશાળ સામે વણઝારા શેરીમાં રહેતા ઈસ્માઈલભાઈ સદુભાઈ કુરેશીની તેના જ પુત્ર ગફારે  હત્યા કરી નાખી છે. 

ગફાર ઈસ્માઈલભાઈ પાસે દારૂ પીધેલી હાલતમાં આવ્યો હતો અને તેમની પાસે 500 રૂપિયાની માંગણી કરી હતી. પિતાએ 500 રૂપિયા ન આપતા ગફારે છરીના ઘા માર્યા હતા. ઈસ્માઈલભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, જ્યાં સારવારના છઠ્ઠા દિવસે તેમનું મોત થયું હતું. 

આ સમાચાર શેર કરો