957 કરોડનો ધુમાડો કર્યો છતાંય ગુજરાતમાં હવા શુદ્ધ ન થઈ, અમદાવાદની તો દિલ્હી જેવી દશા
દેશમાં વાયુ પ્રદૂષણ હજારો લોકોનો ભોગ લઈ રહ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા

દેશમાં વાયુ પ્રદૂષણ હજારો લોકોનો ભોગ લઈ રહ્યુ છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણ એટલી હદે વકરી રહ્યું છેકે, અસ્થમા સહિત અન્ય રોગોના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ તરફ, રૂ.900 કરોડથી વધુનો ખર્ચ કરાયાં પછી પણ ગુજરાતમાં હવા શુદ્ધ થઈ શકી નથી. નિષ્ણાતોએ ભીતિ વ્યક્ત કરી છેકે, જો આ જ સ્થિતી રહી તો. ગુજરાતમાં પણ દિલ્હીવાળી શઇ શકે છે.
અમદાવાદની હવા ઝેરી: PM 2.5 જોખમી સ્તરે
અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં હવા વધુને વધુ ઝેરી બની રહી છે. પીએમ 2.5 એટલે હવામાં ઉડતા અત્યંત બારીક રજકણો જે શ્વાસ લેતા જ ફેફસામાં પહોંચી જાય છે. આ ઝેરી રજકણો ટીબી, શ્વસન સહિત હૃદયરોગના દર્દીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે. છેલ્લાં કેટલાંય દિવસોથી એર ક્વોલિટી ઇન્ડેક્સ 100ના આંકડાને વટાવી રહ્યો છે, પરિણામે હવાની ગુણવત્તા એકદમ નિમ્ન સ્તરે પહોંચી જાય છે. તબીબોની સલાહ છેકે, આવી સ્થિતીમાં લોકોએ ઘરની બહાર ન નીકળવુ એ જ હિતાવહ છે.
શિયાળામાં અમદાવાદની હવાની ગુણવત્તા નિમ્ન સ્તરે
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવાની ગુણવત્તા પર પણ નજર રાખે છે. થોડાક વખત અગાઉ અમદાવાદ શહેરમાં હવાની ગુણવતા જાણી શકાય તે માટે સ્ક્રીન બોર્ડ લગાવાયાં હતાં પણ હવે તે પણ દેખાતા નથી. શિયાળાની ધીમા પગલે એન્ટ્રી થઈ છે ત્યારે વહેલી સવારે તો એટલુ ધુમ્મસ હોય કે, વાહન ચલાવવુ જ નહીં, મોર્નિંગ વોક કરવુ મુશ્કેલ થઈ જાય છે. આ ઉપરાંત મોડી સાંજે પણ હવાની ગુણવત્તા બગડી જાય છે.








