મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Chotila news: નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જમીન માફિયાઓ પર તવાઈ બોલાવી, જાણો શું છે કારણ

ગુજરાતના ચોટીલામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જમીન માફિયાઓ પર

Chotila news: નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જમીન માફિયાઓ પર તવાઈ બોલાવી, જાણો શું છે કારણ

ગુજરાતના ચોટીલામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જમીન માફિયાઓ પર તવાઈ બોલાવી છે..પ્રાઇમ લોકેશન પર 2500 ચોરસ મીટર સરકારી જમીન ઉપર વન વિભાગના કર્મચારી દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું.

42 હજાર પાણીની બોટલ અને 48 હજાર બોટલો કબજામાં લેવાયા

ગેરકાયદેસર રીતે બાંધકામ અને ઠંઠાપીણાના ગોડાઉન ચલાવતી વખતે 42 હજાર પાણીની બોટલ અને 48 હજાર બોટલો કબજામાં લેવાયા. 5 હજાર રૂપિયામાં ભાડા મળતા હતા, અને દર મહિને 12 હજાર રૂપિયા વસુલતા હતા. તે ઉપર હવે તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબિંગ અને ગેરકાયદેસર દબાણની કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ તંત્ર પર સ્થાનિકોના આક્ષેપો

આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા પોલીસ તંત્ર પર ગેરકાયદે રીતે લાકડા ભરીને જતા ટ્રેક્ટરો સામે કડક કાર્યવાહી ન કરવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોની માંગ છે કે જો આ ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ઓવરલોડેડ વાહનો પર નિયંત્રણ નહીં આવે તો ભવિષ્યમાં વધુ નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકો જીવ ગુમાવી શકે છે. 

આ સમાચાર શેર કરો