Panchmahal: ગોધરા નગરપાલિકાની આમંત્રણ પત્રિકામાંથી ડેપ્યુટી CM હર્ષ સંઘવીનો ફોટો ગાયબ!
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નગરપાલિકા સત્તાધીશોની એક મોટી અને ચર્

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં નગરપાલિકા સત્તાધીશોની એક મોટી અને ચર્ચાસ્પદ ચૂક સામે આવી છે. ગોધરાના સરદાર નગર ખંડના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી (ડેપ્યુટી સીએમ) હર્ષ સંઘવીનો ફોટો મૂકવાનું તંત્ર ભૂલી ગયું છે. આ ગંભીર બેદરકારીને કારણે ભાજપના કાર્યકરોમાં અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નગરપાલિકા દ્વારા આયોજિત લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વડાપ્રધાન, મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, સ્થાનિક ધારાસભ્યો અને સાંસદ સહિતના અગ્રણીઓના ફોટા મુકવામાં આવ્યા છે, પરંતુ રાજ્યના મહત્વના મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો ફોટો ગેરહાજર છે.
આમંત્રણ પત્રિકામાં આટલા મોટા અને પ્રભાવી નેતાનો ફોટો મુકવાનું ભુલાતા અનેક સવાલો ઉભા થયા છે. શું આ માત્ર એક ભૂલ છે કે પછી કોઈ ઇરાદાપૂર્વકની બેદરકારી? કાર્યક્રમ પૂર્વે જ આ પત્રિકા વિવાદનું કેન્દ્ર બની છે અને હવે આ ચૂક માટે જવાબદાર કોણ છે તે અંગે તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.
સ્થાનિક ભાજપ કાર્યકરોમાં પણ આ મામલે ગણગણાટ શરૂ થયો છે. સરકારી કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં આ પ્રકારની ચૂક થવી એ ગંભીર બેદરકારી ગણાય અને તેનાથી સત્તાધીશોની કાર્યપ્રણાલી પર પણ સવાલો ઉભા થયા છે. હવે જોવાનું એ રહે છે કે નગરપાલિકાના સત્તાધીશો આ ભૂલ અંગે શું સ્પષ્ટતા કરે છે અને જવાબદાર વ્યક્તિઓ સામે કેવા પગલાં લેવાય છે.






