સુરતમાં સ્કૂલ વાન નીચે 15 મીટર બાળકી ઘસડાઈ, DEOએ આપ્યા તપાસના આદેશ
સુરતના ઘોડદોડ રોડ પર સ્કૂલવેનના બેદરકાર ડ્રાઇવરના કારણે કેજીમાં ભણતી માસૂમ દીકરી ગંભીર અકસ્માતનો શિકાર બની હતી. ડ્રાઇવરે બાળકીન

સુરતના ઘોડદોડ રોડ પર સ્કૂલવેનના બેદરકાર ડ્રાઇવરના કારણે કેજીમાં ભણતી માસૂમ દીકરી ગંભીર અકસ્માતનો શિકાર બની હતી. ડ્રાઇવરે બાળકીને ઉતારી આજુબાજુ જોયા વગર તાત્કાલિક ગાડી હંકારી મારતા બાળકી 15 મીટર સુધી ઢસડાઈ હતી. અકસ્માતના પગલે ઝીલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ મુદ્દે લાલઘુમ થયેલા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
ડીઈઓની તપાસ
સ્કૂલ વેન અડફેટમાં વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત થઈ હતી. ત્યારે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ આપવામાં આવી છે. પ્રાથમિક જોતા સ્કૂલ વેન ચાલકની બેદરકારી જોવા મળી રહી છે. તપાસમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીઈઓ દ્વારા કહેવામાં આવ્યું છે..
બાળકી 15 મીટર ઘસડાઈ
સાત વર્ષીય ઝીલ સ્કૂલ વેનમાંથી ડ્રાઇવરની સીટની બાજુના દરવાજેથી નીચે ઉતરી દરવાજો બંધ કરીને આગળ ચાલી, પરંતુ વેન ચાલક રાજુએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વેન આગળ હંકારી મુકી. વેન આગળ વધતા જ બાળકી પાછળની વ્હીલ નીચે આવી ગઈ અને લગભગ 15 મીટર સુધી ઘસડાતી ગઈ. આસપાસ હાજર લોકોએ આ દૃશ્ય જોયું અને દોડીને વેન રોકવાનો પ્રયાસ કર્યો હતો. અન્ય વેન ચાલકો અને રાહદારીઓએ દોડધામ કરી, તત્કાલિક બાળકીને ઊંચકી નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી. ઝીલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.








