Ahmedabad news: રાણીપ વિસ્તારની બે જાણીતી સ્કૂલોને DEOએ ફટકારી નોટિસ, જાણો શું છે સમગ્ર મામલો
રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાંત સ્કૂલ

રાજ્યના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં અમદાવાદના રાણીપ વિસ્તારમાં નિશાંત સ્કૂલ અને સુપર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલને DEO દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. અરજી મુજબ, શાળાએ FRC દ્વારા નક્કી કરેલી ફી કરતાં વધુ ફી વસુલ કરવાની ઘટના સામે આવી છે.
વાલીઓની રજૂઆત પર DEO કચેરીએ તપાસ શરૂ કરી
વાલીઓની રજૂઆત પર DEO કચેરીએ તપાસ શરૂ કરી હતી.DEOની કચેરીમાંથી અધિકારીઓ એ તપાસ કરી હતી. તો બીજી તરફ તપાસમાં જાણવા મળ્યું કે શાળાએ નવા કરાવેલા બાંધકામ માટે BU પરમિશન મેળવી નહોતું.
શાળાને તાત્કાલિક જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી
શાળાને તાત્કાલિક જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે અને બાંધકામના કાયદાકીય પાસાં અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. આ મામલે DEO આગળની કાર્યવાહી દ્વારા વાલીઓના હિત અને નિયમન ખાતાની ખાતરી કરશે.






