મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રત્નકલાકારોના આપઘાતને લઈને દેખાવો, પગાર વધારાની માગ ન સંતોષાય તો હડતાલનું એલાન

સુરતમાં રત્નકલાકારોની હાલ મંદીમાં કફોડી સ્થિતિ સર્જાઈ છે. આર્થિક સંકળામણને કારણે અનેક પરિવારો પોતાનું ગુજરાન પ

સુરતમાં રત્નકલાકારોના આપઘાતને લઈને દેખાવો, પગાર વધારાની માગ ન સંતોષાય તો હડતાલનું એલાન

સુરતમાં રત્નકલાકારોની હાલ મંદીમાં કફોડી સ્થિતિ સર્જાઈ છે. આર્થિક સંકળામણને કારણે અનેક પરિવારો પોતાનું ગુજરાન પણ ચલાવી શકે એવી સ્થિતિમાં નથી. ત્યારે ફરી એકવાર ડાયમંડ વર્કર યુનિયન પોતાની લેખિત રજૂઆત લઈને કલેક્ટર પાસે પહોંચ્યું છે. જો આગામી દિવસોમાં તેમની માગ નહી સંતોષાય તો રત્નકલાકારો હડતાલ પર ઉતરશે એવી ચેતવણી આપી હતી.

રત્ન કલાકારો માટે પગાર વધારાની માગ

હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી હોવાના કારણે ફેક્ટરી સંચાલકો દ્વારા રત્ન કલાકારોને જે પગાર આપવામાં આવતો હતો તેમાં કાપ મૂકી દેવામાં આવ્યો છે, આ કારણોસર રત્ન કલાકારોની આર્થિક સ્થિતિ દયનીય બની રહી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રત્ન કલાકારોને સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી છે. જિલ્લા કલેકટરને રત્ન કલાકારોને આર્થિક સ્થિતિ અંગે જાણ કરવામાં આવી અને ત્યારબાદ આગામી દિવસોમાં હડતાલ પાડવા સુધીની વાત પણ કરવામાં આવી છે.

હડતાલના પ્લેકાર્ડ સાથે વિરોધ

ડાયમંડ વર્કર યુનિયનના ઉપ પ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને વારંવાર રત્ન કલાકારોની સ્થિતિ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. રત્ન કલાકારો માટે બજેટમાં કોઈ યોજના આર્થિક સહાયરૂપે જાહેર કરવામાં આવ્યો પરંતુ, અત્યાર સુધી કોઈ જાહેરાત રત્ન કલાકારો માટે કરવામાં આવી નથી. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવ્યા પરંતુ, અત્યાર સુધી કોઈપણ પ્રકારની સહાય રત્ન કલાકારોને આપવામાં આવી નથી ત્યારે 30 માર્ચથી હડતાલ કરવામાં ઉતરવાની જાહેરાત કરવામાં આવે છે. જો પગાર વધારો કરવામાં નહીં આવે તો હવે રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે.

આ સમાચાર શેર કરો