મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

JEE મેઈનનાં ચમક્યાં રત્નકલાકારના સંતાન, 99 પર્સેન્ટાઈલ મેળવીને સાબિત કરી ક્ષમતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી જેઈઈ મેઈન પહેલા સેશનની પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં દ

JEE મેઈનનાં ચમક્યાં રત્નકલાકારના સંતાન, 99 પર્સેન્ટાઈલ મેળવીને સાબિત કરી ક્ષમતા

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી જેઈઈ મેઈન પહેલા સેશનની પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરમાંથી અંદાજે 13 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ત્યારે સુરતના નાના વરાછા ખાતે આવેલી કૌશલ વિદ્યાભવનમાં અભ્યાસ કરતાં રત્નકલાકારના સંતાન 99 પર્સેન્ટાઈલ મેળવીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. 

87 વિદ્યાર્થીઓે થયા સફળ

કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ JEE MAIN જાન્યુઆરી 2025 માં અસાધારણ પરિણામો મેળવીને ફરી એકવાર શૈક્ષણિક શ્રેષ્ઠતા દર્શાવી છે. નોંધપાત્ર પ્રદર્શન સાથે શાળા ના A ગ્રુપના માત્ર 87 વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓએ  99 પર્સેન્ટાઇલ્સ થી વધુ  સ્કોર કર્યો છે. જે શાળાને ગૌરવ અપાવે છે.આ ઉપરાંત 98 PR RANK થી વધુ 15 વિધાર્થીઓ તેમજ   39 વિધાર્થીઓએ 90 PR RANK થી વધુ સ્કોર મેળવ્યા છે. જેથી શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો સહિતના સ્ટાફ અને વાલીઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતાં.

રત્નકલાકારનો સંતાન ચમક્યો

સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવનારા કથગરા ધ્રુવને 99.71 પર્સેન્ટાઈલ મેળવવામાં સફળતા મળી છે. ધ્રુવે સફળતાનો શ્રેય પરિવાર અને શાળાને આપતાં કહ્યું કે, શાળામાં ભણવા ઉપરાંત વાંચન માટે પણ વિશેષ વ્યવસ્થા હોવાથી 12 કલાક શાળામાં જ રહીએ છીએ. સાથે જ ઘરે જઈને પણ 3થી 4 કલાક રીડિંગ માટે ટાઈમ ફાળવવામાં આવે છે. લેંધી લાગતા મેથ્સને આસાન બનાવવા સતત પ્રેક્ટિસ કરું છું. ક્યારેક કંટાળી જાવ તો મોબાઈનો ઉપયોગ કરું છું. જેમાં એઆઈ ટેક્નોલોજીથી ડાઉટ સોલ્વ કરું છું. પરીક્ષા દરમિયાન ક્યારેય લોડ ન લેવું જોઈએ. ફ્રી માઈન્ડ અને નવર્સ થયા વગર તૈયારીઓ અને પરિક્ષા આપવી જોઈએ. પરિક્ષા અગાઉ ક્યારેય પણ ટેન્શન ન લેવું જોઈએ. જેથી સફળતા સારી રીતે મળી શકે છે. આગામી સમયમાં એડવાન્સ ક્લિયર કરીને મુંબઈ આઈઆઈટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે.

આ સમાચાર શેર કરો