સુરતની શાળાના વિદ્યાર્થીઓ JEE મેઈન્સમાં ઝળક્યા, 99થી વધુ પીઆર મેળવી રોશન કર્યુ નામ
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી જેઈઈ મેઈન પહેલા સેશનની પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરમાંથી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાન્યુઆરીમાં લેવાયેલી જેઈઈ મેઈન પહેલા સેશનની પરિક્ષાના પરિણામ જાહેર થયા છે. જેમાં દેશભરમાંથી અંદાજે 13 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી. જેમાંથી સુરતની અલગ અલગ શાળાના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. ત્યારે સુરતના જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE(MAINS-1 PHASE)-2025 EXAM માં 8 વિદ્યાર્થીઓ 90 PRથી પણ વધુ સ્કોર કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું. જે પૈકી પટેલ જૈમીન જયંતભાઈ 99.21 PR સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું હતું. આ વિદ્યાર્થીનો ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષા ગુજકેટમાં પણ ૧૨૦ ગુણ માંથી ૧૨૦ ગુણ મેળવાનો દ્રઢસંકલ્પ છે.
45 વિદ્યાર્થીઓને 85થી વધુ સ્કોર
આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થી તનુશ્રી યાદવ 94.60 PR., તુષાર દાસ 94.49 PR રાજદીપસિંહ પરમાર 92.82 PR,ગીતાંજલિ મૈત્મ 92.27 PR,કળથીયા શુભ 92.07 PR,ગ્રેશી સેન 91.16 PR અને જીત છુચ્છા 90.45 PR સુપર-૭ "SUPAR-7" માં સ્થાન મેળવી શાળાનું, શિક્ષકગણનું અને માતા-પિતા નું નામ રોશન કર્યું હતું. આ પરીક્ષામાં શાળાના A ગ્રુપ ના કુલ 65 વિદ્યાર્થી મિત્રોએ JEE(Main) 2025 Session-1 Paper-1 પરિક્ષા અપાવી સફળ થયા હતા જેમાં ૪૫ જેટલા વિદ્યાર્થી 85.00 PR થી વધુ સ્કોર મેળવ્યો હતો આ બાળકો દ્વારા હવે પછીની JEE (Main) 2025 Session-2 Paper-2 अने JEE(ADVANCE) ની તૈયારી કરી ભારતની ટોપ IIT અને NIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે.
વિદ્યાર્થીઓને અભિનંદન
આ માટે શાળાના આચાર્યગણ તૃષાર પરમાર,ડૉ વિરલ નાણાવટી અને માલકમ સી પાલીયા દ્વારા જે વિધ્ધાર્થી ઓ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ છે તે વિધ્યાર્થી માટે ખાસ JEE(ADVANCE) ના ફલાસ શરૂ કરી દીધા છે. અને સાથે સાથે જે વિદ્યાર્થી તાજેતરના પરિણામ માં 85 PR થી લઇ 89.99 PR નો સ્ફોંર પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થી માટે JEE(Main) 2025 Session-2 Paper-2 मां 95.00 PR થી વધુ આવે તે માટેના વર્ગ ચલાવવામાં આવી રહ્યાં છે. શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશીષ વાઘાણી અને શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી,વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યાં હતાં.








