મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં રત્નકલાકારને મોતને ઘાટ ઉતારનારા 10 ઝડપાયા, મહિલા બુટલેગરના પુત્રએ ગેંગ સાથે મળી કરી હતી હત્યા

સુરતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સામે આવ્યો છે. વેલંજામાં મહિલા બુટલેગરના પુત્રએ તેના સાથીદારો સાથે મળીને રત

સુરતમાં રત્નકલાકારને મોતને ઘાટ ઉતારનારા 10 ઝડપાયા, મહિલા બુટલેગરના પુત્રએ ગેંગ સાથે મળી કરી હતી હત્યા

સુરતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સામે આવ્યો છે. વેલંજામાં મહિલા બુટલેગરના પુત્રએ તેના સાથીદારો સાથે મળીને રત્નકલાકારને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના સાથી મળઈ કુલ 10ને ઝડપી પાડ્યા હતા. 

આ મુદ્દે થઈ હત્યા

વેલંજામાં 23 ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો. વેલંજા ગામ ધારા રેસીડન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડીરાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓના નામ 

રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી 
રોનક નરેશભાઇ બેલડીયા 
જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી 
ચેતન મનસુખભાઈ બગડા 
વિજય રમેશભાઇ વકુસર 
સુજલ ઉર્ફે લાખો વિજયભાઇ ચૌહાણ 
અલ્પેશ ઉર્ફે લાલુ વિનુભાઇ બાભણીયા 
લાલો ઉર્ફે મિથુન ધનાભાઇ મકવાણા 
ચેતન ઉર્ફે કાળુ મનસુખભા બગડા 
રાકેશ દગડુભાઈ સૈદાણી 

આ સમાચાર શેર કરો