મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જસદણ ગેંગ રેપ મામલો: આરોપીના જામીન રદ કરવાની માંગ, ગુજરાત હાઈકોર્ટમાં અરજી

જસદણ ગેંગ રેપ મામલાના આરોપી પરેશ રાદડીયાની જામીન રદ કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે

જસદણ ગેંગ રેપ મામલો: આરોપીના જામીન રદ કરવાની માંગ, ગુજરાત હાઈકોર્ટમાં અરજી

જસદણ ગેંગ રેપ મામલાના આરોપી પરેશ રાદડીયાની જામીન રદ કરવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારે કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે દેશની સર્વોચ્ચ અદાલતના ચુકાદા મુજબ પીડિતાનો પણ જામીનનાં કેસમાં ભાગ લેવાનો અધિકાર છે. સામૂહિક બળાત્કારએ ધૃણાસ્પદ ઘટના છે.

પરેશ રાદડિયાને નોટિસ જાહેર કરી

આરોપીએ ગુના દરમિયાન મદદગીરી કરી હતી. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ વખતે જામીન રદ કરવામાં આવે. હાઈકોર્ટે આરોપી પરેશ રાદડિયાને નોટિસ જાહેર કરી હતી.આ મામલે 17મી ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ સમાચાર શેર કરો