ગૃહ વિભાગનો મોટો નિર્ણય, પોલીસ વિભાગમાં ASI કેડરની સીધી ભરતી રદ
ગુજરાત: ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોલ

ગુજરાત: ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પોલીસ વિભાગમાં બિન હથિયારી ASI સંવર્ગની સીધી ભરતી રદ કરવા અંગે પરિપત્ર કરવામાં આવ્યો છે.
જાહેર કરેલ પરિપત્રમાં જણાવ્યુ છે કે, રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઇ સંવર્ગના અનુભવી કર્મચારીઓ મળી રહે અને ફીડર કેડરમાં બઢતીની તકો વધવાથી તેઓ ઉત્સાહપૂર્વક કામગીરી કરી શકે તેવા શુભ આશયથી ગૃહ વિભાગ ગુજરાત સરકારના સંદર્ભિત પત્રથી બિન હથિયારી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, (વર્ગ-૩)ની સીધી ભરતી રદ કરવાની અને આ સંવર્ગની તમામ ખાલી જગ્યાઓ માત્ર બઢતીથી જ ભરવાની મંજુરી આપવામાં આવેલ છે.
રાજ્ય પોલીસ દળમાં બિન હથિયારી એ.એસ.આઈ સંવર્ગની ખાલી રહેલ તમામ જગ્યાઓમાં શહેર/જીલ્લા/યુનિટ ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓ પૈકી બિન હથિયારી એ.એસ.આઈ (વર્ગ-૩) સંવર્ગના પ્રવર્તમાન ભરતી નિયમો/બઢતી અર્થે સરકાર દ્વારા વખતોવખત પ્રસિધ્ધ થયેલ નિયમાનુસાર પાત્રતા ધરાવતા હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવા તેમજ બઢતીથી ખાલી પડનાર હેડ કોન્સ્ટેબલ સંવર્ગની ખાલી જગ્યાઓમાં પાત્રતા ધરાવતા પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગના કર્મચારીઓને બઢતી આપવાની કાર્યવાહી તારીખ ૩૦/૦૮/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવા અંગે સૂચના અપાઈ છે.






