Sabarkantha : ઈડરના મહિવાડા ગામે રોટાવેટરમાં ફસાતા બાળકનું કરૂણ મોત
Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મહિવાડા ગામે એક હૃદય દ્રાવક ઘટના ઘટી છે

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના મહિવાડા ગામે એક હૃદય દ્રાવક ઘટના ઘટી છે, જેમાં ટ્રેક્ટર સાથે જોડેલા રોટાવેટરમાં ફસાઈ જતા એક બાળકનું કરૂણ મોત નીપજ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ ખેડૂત ખેતરમાં રોટરી કરતાં હતા ત્યારે આ બાળક ટ્રેકટર પર બેઠો હતો. પણ અચાનક ટ્રેકટરની પાછળના ભાગમાં પડી જતા ચાલુ રોટાવેટરમાં આવી ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું.
ઘટનાની જાણ થતા આસપાસના લોકો તેમજ પોલીસ દોડી આવી હતી. રોટાવેટરને ખોલીને બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો તેમજ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.






