મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાવરકુંડલામાં ભાજપના નેતા ચેતન માલાણી પર જીવલેણ હુમલો, જાણો શું છે કારણ

અમરેલીમાં સાવરકુંડલા ભાજપના નેતા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. સાવરકુંડલ

સાવરકુંડલામાં ભાજપના નેતા ચેતન માલાણી પર જીવલેણ હુમલો, જાણો શું છે કારણ

અમરેલીમાં સાવરકુંડલા ભાજપના નેતા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે. સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામમાં ચેતન માલાણી પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર ખડસલી ગામમાં સરકારી જગ્યામાં પાણીનો સંપ બનાવવા મામલે હુમલો કરવામાં આવ્યો છે.

ચેતન મલાણી સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી

ચેતન મલાણી સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી છે. ચેતન મલાણી આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, તેમને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 પોલીસ તપાસ શરૂ

 ભાજપ નેતા પર  હુમલાની જાણ થતાં જ પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિતના રાજકીય નેતાઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. તો બીજી તરફ આ હુમલો કોણે કર્યો છે અને ક્યારે કર્યો હતો તે મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો