મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Jamnagar news: TDO ના વેરો વસૂલવાનો પરિપત્ર DDO એ રદ કર્યો, યોગ્ય ખુલાસો નહિ અપાય તો થશે કાર્યવાહી

જામનગરમાં કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતો સહાય અંગેના ફોર્મ ભરવા આવે ત્યારે વેરો વસૂલવો,

Jamnagar news: TDO ના વેરો વસૂલવાનો પરિપત્ર DDO એ રદ કર્યો, યોગ્ય ખુલાસો નહિ અપાય તો થશે કાર્યવાહી

જામનગરમાં કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ ખેડૂતો સહાય અંગેના ફોર્મ ભરવા આવે ત્યારે વેરો વસૂલવો, તેવો પત્ર બહાર પાડ્યો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ DDO એ તાત્કાલિક પગલાં લઇ પત્ર રદ કરી ટીડીઓને નોટિસ આપી ખુલાસો માગ્યો છે.

ખુલાસો યોગ્ય નહિ લાગે તો કાર્યવાહી કરાશે: DDO 

જામનગરમાં કાલાવડ તાલુકા વિકાસ અધિકારીએ એક પત્ર બહાર પાડ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ગ્રામ પંચાયતોને જણાવાયું હતું કે ખેડૂતો સહાય અંગેના ફોર્મ ભરવા આવે ત્યારે વેરો વસૂલવો. જોકે આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ આ પત્ર રદ કરી ટીડીઓને નોટિસ આપી ખૂલાસો માગ્યો છે. જો ખુલાસો યોગ્ય નહિ લાગે તો કાર્યવાહી કરવા પણ DDO એ જણાવ્યું છે. આ સાથે જ ડીડીઓએ સ્પષ્ટતા કરી કે વેરા વસૂલાત રોજિંદી પ્રક્રિયા છે. જેને રાહત પેકેજ સાથે કોઈ લેવા દેવા નથી. સાથે જે વગર વિલંબે ખેડૂતોને જરૂરી કાગળો આપવા પણ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી દીધી છે. 

આ સમાચાર શેર કરો