મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતની આ બેઠકો પર નુકસાન ના થાય તે માટે ડેમેજ કંટ્રોલ યથાવત, ક્ષત્રિયોના વિરોધને ઠારવા ભાજપે કમર કસી

રાજકોટ લોકસભા ઉમેદવાર રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે તેમની ટિકિટ ક

ગુજરાતની આ બેઠકો પર નુકસાન ના થાય તે માટે ડેમેજ કંટ્રોલ યથાવત, ક્ષત્રિયોના વિરોધને ઠારવા ભાજપે કમર કસી

રાજકોટ લોકસભા ઉમેદવાર રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજની એક જ માંગ હતી કે તેમની ટિકિટ કાપવામાં આવે પણ તે ટિકિટ કાપવામાં આવી નથી. તેમણે ફોર્મ ભરી દીધું છે. આ જોતા ક્ષત્રિયોનો વિરોધ યથાવત રહ્યો છે.

ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. સાબરકાંઠાના ઈડર-વડાલીમાં ભાજપના ધારાસભ્ય રમણ વોરાને ક્ષત્રિયોએ ધક્કે ચડાવ્યા હતાં. આ ઉપરાંત વડોદરામાં મુખ્યમંત્રીનો કાફલો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ બાદ જામનગરમાં ય ક્ષત્રિય નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે, ક્ષત્રિયો ભાજપ વિરૂધ્ધ મતદાન ન કરે તે માટે ભાજપે ક્ષત્રિય ધારાસભ્યો-નેતાઓને જ જવાબદારી સોંપી છે.

ગુજરાતમાં આઠેક બેઠકો પર ક્ષત્રિયો ભાજપના પાંચ લાખના માર્જીનના લક્ષ્યાંક પર બ્રેક મારી શકે છે. આ ભીતિને જોતા ક્ષત્રિયોનો રોષ ઠારવા ભાજપે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ મચાવી છે. ભાજપના મહામંત્રી પ્રભારી રત્નાકરે સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા છે.

 સૂત્રોના મતે ત્રણેય બેઠકોમાં સ્પષ્ટ કહેવાયુ કે, પક્ષના નેતાઓ વિવાદાસ્પદ નિવેદન કરવું નહી. સોશિયલ મિડીયામાં કોઈ મુદ્દે કોમેન્ટ સુધ્ધાં કરવી નહી. આ ઉપરાંત ક્ષત્રિયો ભાજપ વિરૂધ્ધ મતદાન ન કરે તેની કાળજી રાખવી.

આ સમાચાર શેર કરો