Kutch news: દલિત યુવતીને વિધર્મી યુવક ભગાડી ગયો, પોલીસની ઢીલી નીતિ સામે કલેક્ટર કચેરી ખાતે પ્રદર્શન
અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત સમાજની યુવતીને ગયા મહિને સ

અબડાસા તાલુકાના ખારુઆ ગામની દલિત સમાજની યુવતીને ગયા મહિને સામત્રા ગામના ઈક્રમ બાફણ નામના મુસ્લિમ યુવક ભગાડી ગયો હતો, જે બાદ પરિવારે કોઠારા પોલીસને જાણ કરી હતી. આજે એક મહિનો વીતી ગયા છતાં પરિવારને યુવતી મળી નથી. પરિવારના સભ્યોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ થાકી ગયા પરંતુ પોલીસે એક મહિના સુધી યોગ્ય કાર્યવાહી ન કરતાં સમાજમાં ઉગ્ર રોષ ફેલાયો છે. પોલીસની ઢીલી નીતિ સામે સમાજ આગેવાનોએ સખત વિરોધ નોંધાવ્યો છે.
બાબાસાહેબની પ્રતિમા પાસે પ્રદર્શન
પીડિત પરિવારને ન્યાય ન મળતા આજે ભુજની ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થઈ લવજેહાદ વિરુદ્ધ રેલી સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી લવજેહાદી પ્રવૃતિમાં પોલીસની ઢીલી નીતિ સામે કચ્છ કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી.
આરોપી યુવતીને મુંબઈ લઇ ગયો
કોઠારા પોલીસ મથકે ગુમ નોંધ નોંધાયા બાદ પરિવાર સહિત સમાજ આગેવાનોએ યુવતીની શોધખોળ માટે પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ યુવતી ગુમ થયાને છેલ્લા 30 વીતી ગયા છતાં યુવતી ન મળતા સમાજના આગેવાનોને પ્રથમ દ્રષ્ટિ એવી શંકા ઉપજી રહી છે કે સામત્રાનો મુસ્લિમ યુવક યુવતીને ભગાડી ગયો છે, તેની પાછળ કોઈ મોટું લવજેહાદી સંગઠન કામ કરી રહ્યું છે, કારણ કે જે તારીખે યુવતીને મુંબઈ ખાતે લઈ જવાઈ હતી. તે જ દિવસે મુંબઈમાં તેના મેરેજ થઈ ગયા હતા.
આગામી દિવસોમાં જલદ આંદોલનની ચીમકી
બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને મેરેજ કરવામાં આવ્યું હોવાનો પરિવારનો આક્ષેપ છે. આ દિશામાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં તેવી સમાજના આગેવાનોએ માંગ કરી છે એટલે કે બધું પ્રિ પ્લાનિંગ સાથે કરવામાં આવ્યું છે. યુવતી સુરક્ષિત છે કે કેમ? તેને લઈ પોલીસ તાત્કાલિક પરિવાર સમક્ષ યુવતીને હાજર કરે તેવી માંગ કરાઈ છે. જો યુવતી પરિવારને નહી મળે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ છે.






