ગુજરાત સરકારનું કોમન સિવિલ કોડ તરફ પગલું, કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફનો સમાવેશ
ગુજરાત સરકાર દ્વારા કોમન સિવિલ કોડ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોમન સિવિલ કો

ગુજરાત સરકાર દ્વારા કોમન સિવિલ કોડ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. કોમન સિવિલ કોડને લઈને સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં અલગ અલગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે શિક્ષણ સાથે સંકળાયેલા દક્ષેશ ઠાકર અને સામાજિક પ્રવૃતિ સાથે જોડાયેલા ગીતાબેન શ્રોફની પણ નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ VIDEO: સુરત રેલવે સ્ટેશન પર સર્જાયો ડ્રામા, યુવકે ટ્રેનના એન્જિન પર ચડી કર્યો હંગામો
દક્ષેશ ઠાકરની નિમણૂંક
રાજ્ય સરકાર દ્વારા UCC કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે. દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ રહ્યા છે. હાલ તેઓ વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના કુલપતિ છે. સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યકત કર્યો હતો. તેમણે કહ્યું કે, ચાલીસ વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે. મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે. આ કાયદાથી સમાજને મોટો ફાયદો થવાનો છે. મહિલાઓને ઝડપી ન્યાય અપાવવામાં UCCનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે. હમણાં સુધી મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો. આ કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માનની લાગણી મળશે. મહિલાઓને ન્યાય અપાવવા માટે આ સમિતિની રચના થશે.
અમે વર્ષોથી કામ કરીએ છીએ- ગીતા શ્રોફ
સામાજિક કાર્યકર ગીતા શ્રોફે કહ્યું કે, અમે મહિલા અને બાળકો માટે વર્ષોથી કામ કરીએ છીએ. ઘણા વર્ષોથી અમે રાત દિવસ જોયા વગર જે કામ કરતાં હતાં. તે અનુભવનો કદાચ સરકારને પણ લાભ મળશે. અમારા પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. તેને અનુરૂપ અમે કામ કરીશું. આ કાયદો તમામ માટે યોગ્ય સાબિત થશે. અન્ય રાજ્યમાં લાગુ પણ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં ઉદાહરણરૂપ અમલવારી થાય તે માટે અમે કામ કરીશું.
UCC કમિટીના અધ્યક્ષ અને સભ્યો
1. રંજના દેસાઈ, સુપ્રિમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ (અધ્યક્ષ)
2. વરિષ્ઠ નિવૃત IAS અધિકારી સી.એલ. મીના (સભ્ય)
3. એડ્વોકેટ આર.સી.કોડેકર (સભ્ય)
4. ભૂતપૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેસ ઠાકર (સભ્ય)
5. સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફ (સભ્ય)








