Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : youth climbs on train engine and creates ruckus

VIDEO: સુરત રેલવે સ્ટેશન પર સર્જાયો ડ્રામા, યુવકે ટ્રેનના એન્જિન પર ચડી કર્યો હંગામો

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2025
લાઇવ ટીવીGoogle News

સુરત રેલ્વે સ્ટેશન પર આવેલા પ્લેટફોર્મ નંબર 4 પર બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહી હતી. દરમિયાન એક યુવક એન્જિનની ઉપર ચડી ગયો હતો. યુવક ટ્રેનના એન્જિન પર બેસીને હાથ જોડતો હતો અને ઇશારાઓ કરી રહ્યો હતો. લોકો તેને સમજાવીને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા હતા જો કે તે ઉતરી રહ્યો ન હતો. આ અંગેની જાણ થતાં જ આરપીએફના જવાનો પણ દોડી આવ્યા હતા. બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પહોંચી હતી. ત્યારે 9.18 કલાકે આ યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પહેલા 9.23 કલાકે ઈલેક્ટ્રીક સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. 45 મિનિટને જઈ મત બાદ આરપીએફ અને લોકો દ્વારા યુવકને નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. યુવક માનસિક બીમાર હોવાનો પ્રાથમિક રીતે સામે આવ્યું છે. જોકે યુવકને આરપીએફ દ્વારા લઈ જવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ આ ડ્રામાથી 7 જેટલી ટ્રેન મોડી પડી હતી.

App Store

આ પણ વાંચોઃ સુરતમાં ઘેરી બનતી હીરાની મંદી, હાલત કફોડી થતાં એક જ વર્ષમાં 50થી વધુ રત્ન કલાકારોએ કર્યો આપઘાત