video: દાહોદમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર
સોર્સ : gstv
દાહોદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા દર્પણ સિનેમા રોડ, સ્ટેશન રોડ સહિતના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર સુધી પહોંચવામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં સ્થાનિકો જાતે જ પાણી કાઢવાની કામગીરી કરતા જોવા મળ્યા હતા. પ્રથમ વરસાદમાં જ નગરપાલિકાની પ્રિ-મોનસુન કામગીરી સામે સવાલો ઉભા થયા છે. કરોડોના ખર્ચે સ્માર્ટ સિટી બનાવવાના દાવા વચ્ચે શહેરમાં વર્ષો જૂની પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

