ફતેપુરાની મામલતદાર કચેરીમાં સર્કલ ઓફિસર 5000ની લાંચ લેતા ઝડપાયા

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર, સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતા મંથનકુમાર જીવાભાઈ પરમાર રૂ.5000 ની લાંચ લેતા ઝડપાયા છે.
દાહોદ જિલ્લામાં ACBએ લાંચીયા અધિકારી પર તવાઈ બોલાવી છે. જેમાં ફતેપુરા મામલતદાર કચેરીના સુખસરના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયા છે. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. લાંચિયા અધિકારી મંથન પરમારે દારપાણાનો દાખલો કાઢવા 5000/- હજાર રૂપિયાની લાંચની માંગી હતી. જો કે આ લાંચની રકમ ન આપવા માંગતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. જે બાદ મહિસાગર એ.સી.બી એ છટકું ગોઠવી સર્કલ ઓફિસર મંથન પરમારને 5000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડયા છે.

