Video: મુખ્યમંત્રીને સરકારની યોજનાઓ અને પાયાની સુવિધાઓ છેવાડાના ગામો સુધી પહોંચતી હોવાનો સંતોષ

દાહોદના ત્રણ દિવસના આદિવાસી વિસ્તારના પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાડા વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન તેમણે સરહદી અને પહાડી વિસ્તારોમાં જઈ સ્થાનિક લોકો, બાળકો અને મહિલાઓ સાથે મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારની પાયાની સુવિધાઓ અને વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના ગામો સુધી પહોંચી રહ્યો છે. શિક્ષણ, આરોગ્ય અને સખી મંડળ જેવી યોજનાઓનો લાભ આદિવાસી પરિવારો મેળવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન છેવાડાના સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને યોજનાઓ બનાવી હતી.
જાહેરાત















