મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Dahod: SBI લોન કૌભાંડનો મામલો, ત્રણ લોન એજન્ટ, નકલી એસ.ટી. ડ્રાઈવર અને શિક્ષકની ધરપકડ

દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખાઓમાં લોન કૌભાંડનો મામલો સા

Dahod: SBI લોન કૌભાંડનો મામલો, ત્રણ લોન એજન્ટ, નકલી એસ.ટી. ડ્રાઈવર અને શિક્ષકની ધરપકડ

દાહોદ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખાઓમાં લોન કૌભાંડનો મામલો સામે આવ્યો છે, જેમાં ખોટા દસ્તાવેજો અને નકલી પગાર સ્લિપનો ઉપયોગ કરીને લોન મેળવવામાં આવી હતી. આ કૌભાંડમાં સંડોવાયેલા અમદાવાદના આશ્રમ રોડ સ્થિત ઈઝી ફાઈનાન્સના ત્રણ લોન એજન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ તપાસમાં નકલી એસ.ટી. ડ્રાઈવર અને શિક્ષક સહિત બે અન્ય આરોપીઓ પણ પોલીસના સકંજામાં આવ્યા છે.

ઈઝી ફાઈનાન્સના ત્રણ લોન એજન્ટ્સની ધરપકડ

દાહોદ પોલીસે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ઈઝી ફાઈનાન્સ નામની લોન એજન્સીના ત્રણ એજન્ટ્સની ધરપકડ કરી છે. આ એજન્ટ્સ ખોટી રીતે લોન અપાવવા માટે બે થી ત્રણ લાખ રૂપિયાનું કમિશન વસૂલતા હતા. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે, આ એજન્ટ્સ અરજદારોની લોન મંજૂર થયા બાદ દરેક લોન પાછળ રૂ. 2 થી 3 લાખનું કમિશન લેતા હતા, જેના માટે તેઓ નકલી દસ્તાવેજો અને બોગસ પગાર સ્લિપનો ઉપયોગ કરતા હતા.

નકલી એસ.ટી. ડ્રાઈવર અને શિક્ષકની ધરપકડ

આ કૌભાંડની વધુ તપાસમાં દાહોદ પોલીસે બે વધુ આરોપીઓ, શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિ અને નકલી એસ.ટી. કંડક્ટર ગોઘા રમેશભાઈની ધરપકડ કરી છે. શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિએ પોતાની મૂળ પગાર સ્લિપમાં ખોટો વધારો કરીને નકલી પગાર સ્લિપ રજૂ કરી હતી, જેના આધારે તેમણે લોન મેળવી હતી. બીજી તરફ, ગોઘા રમેશભાઈ, જે ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરે છે, તેણે એસ.ટી. વિભાગની નકલી પગાર સ્લિપ રજૂ કરીને લોન મેળવી હતી. પોલીસે આ બંને આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો