અમદાવાદ: રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ, રોજના હજાર કમાવવામાં યુવકે લાખો રૂપિયા ગુમાવ્યા
સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. રોજના હજાર રૂપિયા

સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ છે. રોજના હજાર રૂપિયા કમાવવાની લાલચ આપીને ઠગાઈ કરતી ગેંગના 3 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.
ફરિયાદીને રેટીંગ આપવા બદલ જેમાં 50 હજાર મળ્યા હતાં
અમદાવાદના ફરિયાદી યુવકને રેટીંગ આપવા બદલ 50 હજાર રુપિયા મળ્યા પણ હતાં. ત્યાર બાદ આરોપીએ પ્રિપેડ કામ કરવાથી રોજના એક-થી બે હજાર કમાવવાની લાલચ આપી હતી. જે બદલ અલગ અલગ સમયે 5.92 લાખ રુપિયા ભરાવી વળતર ન આપી છેતરપિંડી આચરી હતી.
છેતરપિંડીના રુપિયા વિદેશ મોકલતા
ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા હકિકત સામે આવી કે વિકાસ પટેલે આઈટીનો અભ્યાસ કર્યો છે. અન્ય આરોપી મિતીને અલગ અલગ 9 એકાઉન્ટ ખોલ્યા હતા. જેમાં કુલ 116 છેતરપિંડીના રુપિયા જમા થયા છે. જેથી તમામ ગુનામાં તેની સંડોવણી હોવાની શક્યતા છે. અન્ય આરોપી ડીકેશ છેતરપિંડીના રુપિયા ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ માટે ફરાર આરોપી રીયાઝને મોકલી આપતો હતો. જેથી આ તમામ રુપિયા દેશ બહાર પહોંચી જતા હતા.
આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે
સાયબર ક્રાઈમે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. જોકે ઝડપાયેલા 3 આરોપીની સંખ્યાબંધ ગુનામાં સંડોવણી નીકળે તેવી શક્યતા કરવામાં આવી છે. કારણ કે જે આર્કટેક કંપનીના નામે છેતરપિંડી થઈ હતી. તે બેંક અકાઉન્ટમાં 1.59 કરોડ રુપિયાની હેરાફેરી સામે આવી છે. સાથે જ અન્ય 8 એકાઉન્ટ કે જે આરોપી પાસેથી મળ્યા છે. તેમાં પણ 116 ફરિયાદના કરોડો રુપિયા જમા થયા હતા. જેથી આરોપીના રિમાન્ડમાં મોટા ખુલાસા થઈ શકે છે.








