મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news: નિલકંઠ સરોવરના પાણીનો રંગ બદલાતા સ્થાનિકોમાં કુતૂહુલ, તંત્ર દ્વારા લેવાયા સેમ્પલ

Amreli news: અમરેલીના મોટા લીલીયાના નિલકંઠ સરોવરમાં પાણીનો રંગ બદલાતા અજા

Amreli news: નિલકંઠ સરોવરના પાણીનો રંગ બદલાતા સ્થાનિકોમાં કુતૂહુલ, તંત્ર દ્વારા લેવાયા સેમ્પલ

Amreli news: અમરેલીના મોટા લીલીયાના નિલકંઠ સરોવરમાં પાણીનો રંગ બદલાતા અજાણ્યા શખ્સે કેમિકલ જેવો પદાર્થ ઠાલવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે લીલીયા સરપંચને જાણ થતા મામલતદાર સહિત તંત્રને જાણ કરાતા પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. જો કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. 

અજાણ્યા શખ્સે કેમિકલ જેવો પદાર્થ ઠાલવ્યો હોવાની આશંકા 

પ્રાપ્ત માહિતી મુજબ અમરેલી રોડ પર આવેલ નિલકંઠ સરોવરમાં કોઇ રહસ્યમયી પદાર્થ નાખવાથી સરોવરનું પાણી લીલુંછમ થઈ જતાં સ્થાનિક લોકોમાં કુતૂહુલ સર્જાયું છે. પાણીનો રંગ બદલાતા અજાણ્યા શખ્સે કેમિકલ જેવો પદાર્થ ઠાલવ્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ અંગે લીલીયા સરપંચને જાણ થતા મામલતદાર સહિત તંત્રને જાણ કરાતા પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સરોવર વિસ્તારમાં સિંહો અને અન્ય વન્યજીવો તથા પશુ-પંખીઓ આવે છે અને આ સરોવરમાથી પાણી પીવે છે, ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. જો કે સેમ્પલના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે સરોવરમાં શું ભેળવવામાં આવ્યું હતું. 

આ સમાચાર શેર કરો