VIDEO: સુરતમાં ગેસ સિલિન્ડર મેળવવા ભારે ભીડ, કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ
સુરતના અમરોલીના છાપરાભાઠા ગામે રવિવારે પણ ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડર મેળવવા ભીડ જોવા મળી હતી.


સુરતના અમરોલીના છાપરાભાઠા ગામે રવિવારે પણ ગેસ એજન્સી પર ગેસ સિલિન્ડર મેળવવા ભીડ જોવા મળી હતી. ગેસ સિલિન્ડર બુક કરાવવા માટે તેમજ ગેસ સિલિન્ડર મેળવવા માટે ભારે ભીડ જોવા મળી હતી. આ ભીડ વચ્ચે કોંગ્રેસે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસના યુવા અગ્રણીઓએ હાથમાં ગેસ સિલિન્ડર સાથે ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગી નેતાઓએ કહ્યું હતું કે કોંગ્રેસ શાસનમાં ગેસ સિલિન્ડર 400 રૂપિયાનો મળતો ત્યારે વિરોધ કરતા અને આજે 1,100 રૂપિયા આપવા છતાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈન લગાવવા મજબૂર છે.


