VIDEO: સુરતમાં પંજાબી થાળીની કિંમતમાં વધારો, રસોઈયાએ કહ્યું- કાલથી લાકડાના ચૂલા પર જમવાનું બનશે
સુરતમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હોટલ, રે
સુરતમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે નાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી લારીઓ પર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલ પંજાબી રસોયાએ થાળીની કિંમત 50 રૂપિયાથી વધારી 60 રૂપિયા કરી છે. વેપારીઓનું કહેવું છે કે કોમર્શિયલ ગેસની અછતને કારણે આ નિર્ણય લેવાયો છે. આજે ગેસ ઉપલબ્ધ છે, પરંતુ આવતીકાલથી લાકડાના ચૂલા પર જમવાનું બનાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.



