VIDEO: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા, 'આઈસ બેડ' રખાયા સ્ટેન્ડબાય
સુરતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા હીટવેવનો ખતરો વધ્
સુરતમાં માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા હીટવેવનો ખતરો વધ્યો છે, જેને પગલે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સ્મીમેર અને મસ્કતી હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ 'આઈસ બેડ' સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. સ્મીમેરના RMO દ્વારા નાગરિકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બહાર ન નીકળવા અને પ્રવાહી આહારનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોની કાળજી લેવા તથા લૂ લાગવાના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.




