મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરા: વિશ્વામિત્રી નદીના ૨૭ કિમી વિસ્તારમાં બે દિવસ સુધી મગરોની ગણતરી કરાશે, ડ્રોનથી પણ વિડિયોગ્રાફી કરાશે

શહેરમાં વિશ્વામિત્રી નદીના ૨૭ કિમી વિસ્તારમાં બે દિવસ સુધી મગરોની ગ

વડોદરા: વિશ્વામિત્રી નદીના ૨૭ કિમી વિસ્તારમાં બે દિવસ સુધી મગરોની ગણતરી કરાશે, ડ્રોનથી પણ વિડિયોગ્રાફી કરાશે

શહેરમાં  વિશ્વામિત્રી નદીના ૨૭ કિમી વિસ્તારમાં બે દિવસ સુધી મગરોની ગણતરી શરૃ કરવામાં આવી છે. વિશ્વામિત્રી નદીમાં વસતાં મગરોની ગણતરી માટે વન્ય પર્યાવરણ દ્વારા સ્થાપેલા ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરને કામગીરી સોંપવામાં આવી છે. મગરોની વસ્તી ગણતરીની કામગીરી પહેલા વનવિભાગ  સાથે શહેરની વિવિધ એનજીઓના કાર્યકરોની સયાજી નગર ગૃહ ખાતે મીટિંગ યોજવામાં આવી હતી.

 શિયાળામાં મગર સવારે બહાર નીકળતા હોય છે અને રાતે બચ્ચા બહાર નીકળતા હોય

મગરની વસ્તી ગણતરી માટે ટ્રેનિંગ આપવામાં આવી હતી. વડોદરામાં વેમાલી થી તલસટ ગામ સુધી અંદાજે ૨૫ થી ૨૭ કિમી વિસ્તારમાં વસ્તી ગણતરી કરવામાં આવનાર છે.જેમાં એક કિમી દીઠ એક ટીમ બનાવવામાં આવી છે.

કુલ ૨૭ જેટલી ટીમો કામ કરશે

કુલ ૨૭ જેટલી ટીમો કામ કરશે. શિયાળામાં મગર સવારે બહાર નીકળતા હોય છે અને રાતે બચ્ચા બહાર નીકળતા હોય છે.જેથી ટીમો દ્વારા ડે કાઉન્ટિંગ અને નાઇટ કાઉન્ટિંગ કરવામાં આવશે.આ દરમિયાન ફોટોગ્રાફી કરવામાં આવશે અને ડ્રોનથી પણ વિડિયોગ્રાફી કરવામાં આવશે.દરેક મગરના માથાનો ભાગ અલગ હોવાથી ફોટો અને વીડિયો પરથી ડેટા એનાલિસિસ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો