મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 લોકો સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 હિસ્ટ્

કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 લોકો સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 હિસ્ટ્રીશીટર સામે GUJCTOC હેઠળ કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે. જૂનાગઢ રેન્જ આઇજી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.  

ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર અરવિંદસિંહ જાડેજાએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં મહેશ મકવાણા, રહીમ ઉર્ફે ભુરો ઘાંચી, હરેશ કોલી, રમેશ કોલી અને મુનાફ ઉર્ફે મુન્નો સિપાઈ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ -GUJCTOC હેઠળ ગુનો નોંધ્યો છે.

ગેંગ લીડર તેમજ કોડીનાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણાની   આર્મ્સ એક્ટના ઉલ્લંઘન, ખનિજ ચોરી, હુમલો, રમખાણો, ખંડણી અને સરકારી અધિકારીઓને અવરોધવા સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. મહેશ મકવાણા સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં 2014 થી 2024 દરમિયાન 10 કેસ નોંધાયા હતા. 

મહેશ મકવાણાની ગેંગના અન્ય સભ્યોમાં 42 વર્ષીય હરેશ કોળી  વિરુદ્ધ ગીર સોમનાથ જિલ્લામાં આઠ કેસ નોંધાયેલા છે, જ્યારે 40 વર્ષીય રમેશ કોળી  વિરુદ્ધ એકલા કોડીનાર પોલીસ સ્ટેશનમાં પાંચ કેસ નોંધાયેલા છે. મુનાફ સિપાઈ સામે કોડીનારમાં છેલ્લા 10 વર્ષમાં ત્રણ કેસ નોંધાયેલા છે, જ્યારે અધિકારીઓ હજુ પણ રફીક ઉર્ફે ભૂરો ઘાંચીને શોધી રહ્યા છે, જેની સામે કોડીનાર પોલીસ સ્ટેશનમાં 2015 થી 2024 સુધીમાં 15 કેસ નોંધાયેલા છે.

આ સમાચાર શેર કરો