અમદાવાદમાં વધુ એક હત્યા, પાલડીમાં પત્નીનું મર્ડર કરી પતિ ફરાર
Ahmedabad Crime News: : અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં પાલડી વિસ્તારમાં પત્નીની હત્યા કરીને હત

Ahmedabad Crime News: : અમદાવાદ શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં પાલડી વિસ્તારમાં પત્નીની હત્યા કરીને હત્યારો પતિ ફરાર થઇ ગયો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
પતિએ છરી વડે પત્ની કરી હત્યા
આ ઘટના અંગે પ્રાપ્ત થતી પ્રાથમિક માહિતી અનુસાર પાલડી વિસ્તારમાં શાંતિવન પાસે મેનાગુર્જરી સોસાયટીમાં હત્યાની આ ઘટના ઘટી છે. સોનલ નાયક નામની મહિલાની તેના પતિએ છરી વડે હત્યા કરીને તે ફરાર થઈ ગયો છે. આ મહિલાની હત્યા થયેલો મૃતદેહ ઘરમાંથી મળી આવ્યો હતો. આસપાસના લોકોએ પોલીસને જાણ કરતા પાલડી પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી તપાસ શરૂ કરી છે.
આ અગાઉ પતિ દ્વારા પત્નીની હત્યાના 3 બનાવો બન્યા
અમદાવાદ શહેરમાં આ અગાઉ પણ પતિ દ્વારા પત્નીની હત્યાના 3 બનાવો બન્યા છે.
- 24 જુલાઈ 2024ના રોજ પણ ખાવામાં મીઠું વધારે નાખી દેવા બાબતે તકરાર બાદ પતિએ પત્નીની હત્યા કરી હતી.
- 5 ઓક્ટોબર 2024ના રોજ નારોલ વિસ્તારમાં ચારિત્ર્ય અંગે શંકા રાખીને પતિએ સુતેલી પત્નીની હત્યા કરી નાખી હતી.
- 9 સપ્ટેમ્બર 2024ના રોજ નારોલ વિસ્તારમાં જમવા બાબતે પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.






