મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અગ્નિકાંડ: પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠીયાને ક્રાઈમ બ્રાન્ચનું તેડું, અજ્ઞાત સ્થળે પૂછપરછ

ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 28 જીંદગીઓ ભરખી ગયો છે. અત્યાર સુધીની જેટલી વિગતો બહાર આવી

અગ્નિકાંડ: પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠીયાને ક્રાઈમ બ્રાન્ચનું તેડું, અજ્ઞાત સ્થળે પૂછપરછ

ટીઆરપી ગેમિંગ ઝોન રાજકોટમાં ડેથ ઝોન બનતા 28 જીંદગીઓ ભરખી ગયો છે. અત્યાર સુધીની જેટલી વિગતો બહાર આવી છે તે ભયાવહ છે. ત્યારે હવે સૂત્રો પાસેથી આ અગ્નિકાંડને લઈને મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. જેમાં ગેમ ઝોનની પરમિશન તેમજ રાજકોટ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને લઈને મોટા ખુલાસા થયા છે. 

પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠીયાને ક્રાઈમ બ્રાન્ચનું તેડું

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે મોટા અહેવાલ સામે આવ્યા છે. રાજકોટનાપૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠીયાને ક્રાઈમ બ્રાન્ચનું તેડું આવ્યું છે. અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠીયાને દૂર કરવામાં આવ્યા છે.એમડી સાગઠીયાનો ચાર્જ રૂડાના અધિકારીને આપવામાં આવ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશનની કોન્ફરન્સ રૂમ ખાતેથી તેમને ક્રાઈમ બ્રાન્ચ અજ્ઞાત સ્થળે પૂછપરછ કરવા લઈ ગયા છે.

ગેમ ઝોનની પરમિશનને લઈને મહત્ત્વની વાત સામે આવી

રાજકોટમાં અગ્નિકાંડમાં અનેક જીવન દિપ બૂઝાઈ ગયા છે. ત્યારે હવે ગેમ ઝોની પરમિશનને લઈને મહત્ત્વની વાત સામે આવી છે. જેમાં શહેર પોલીસ દ્વારા ગેમ ઝોનની પરમિશન આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. ઉલ્લેખનીય છે કે આ પરમિશનને લઈને રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓએ અમારી પાસે આવી કોઈ પરમિશનની અરજી ન આવી હોવાની વાત કરી રહ્યા હતા

. જો કે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી જે પરમિશન આપવામાં આવી હતી તેની નકલ રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર, શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેર અને સંયુક્ત રાજ્ય વેરા કમિશનર જીએસટી વિભાગને પણ મોકલવામાં આવી હોવાના અહેવાલ છે. 

આ સમાચાર શેર કરો