મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોતમાં ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો હત્યાનો ચકચારી ખુલાસો

Ahmedabad news: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો એક યુવક બેભ

Ahmedabad news: દાણીલીમડામાં યુવકના શંકાસ્પદ મોતમાં ક્રાઈમ બ્રાંચની તપાસમાં થયો હત્યાનો ચકચારી ખુલાસો

Ahmedabad news: શહેરના દાણીલીમડા વિસ્તારમાં રહેતો એક યુવક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનો દ્વારા તેની દફનવિધી કરવામાં આવી હતી. પરંતુ, તેના પિતાના મોત અંગે શંકા જતા તેમણે  ક્રાઇમબ્રાંચને જાણ કરી હતી. જેથી પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારના સીસીટીવી અંગે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો કે યુવકને અન્ય કોઇ વ્યક્તિએ માર મારતા બેભાન થયો હતો અને તેનું મોત નીપજ્યું હતું. આ અંગે  ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે.

શહેરના શાહઆલમમાં રહેતા 24 વર્ષીય અલ્લારખાં અબ્દુલરશિદ અબ્દાલ નામનો યુવક ગત 15મી જૂનના રોજ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. પરંતુ, સારવાર માટે આવેલા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો અને તેના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ વિના જ તેની દફનવિધિ કરી દેવામાં આવી હતી. પરંતુ, મૃતકના પિતાને શંકા હતી કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. જે અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચના ડીસીપી અજિત રાયજનને જાણ કરવામાં આવતા તેમણે સમગ્ર કેસ અંગે તપાસ કરવા માટે સૂચના આપી હતી.

જે અનુસંધાનમાં પોલીસે ઘટના સ્થળે તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફુટેજના તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોહંમદ  શાહરૂખ ઉર્ફ કેસર સાથે મારામારી થઇ હતી. જેમાં તેણે અલ્લારખાને માર માર્યો હતો અને તે બેભાન થતા મોતને ભેટયો હતો. જે અનુસંધાનમાં દાણીલીમડા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધવા માટે તજવીજ શરૂ કરવાની સાથે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો