મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘મારી વિદાય વસમી ભરી નહિ પરંતુ ખુશી ભરી’, નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

‘મારી વિદાય વસમી ભરી નહિ પરંતુ ખુશી ભરી’, નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને સી.આર પાટીલનું મોટું નિવેદન

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર પાટીલે મોટું નિવેદન આપ્યું છે. પ્રદેશ અધ્યક્ષની નવી નિયુક્તિને લઈને સાંસદ સી.આર પાટીલે નિવેદન આપ્યું છે કે, “મારી વિદાય વસમી ભરી નહિ પરંતુ ખુશી ભરી છે. મે કેન્દ્રીય નેતૃત્વને 2 વાર જાણ કરી છે કે મને પ્રદેશ અધ્યક્ષની જવાબદારીમાંથી મુક્ત કરવા કહ્યું છે. જે પણ નવો અધ્યક્ષ બને એને એડવાન્સમાં શુભેચ્છાઓ.” સાંસદ સી.આર પાટીલે આ નિવેદન સુરતની મજૂરા વિધાનસભાના સ્નેહમિલન કાર્યક્રમમાં સામે આવ્યું છે. 

સાંસદ સી.આર પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળશક્તિ મંત્રાલયની જવાબદારી સાંભળી રહ્યા છે. કેન્દ્રમાં મોદી 3.0 સરકાર બન્યા બાદ છેલ્લા કેટલાક સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. આ વચ્ચે હવે સાંસદ સી.આર પાટીલનું નિવેદન આવતા નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ થવા લાગી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે સી.આર પાટીલ કાર્યરત છે અને તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપનો વિધાનસભામાં આંક 162 પહોંચ્યો છે.

ગત જુલાઈ મહિનામાં બોટાદના સારંગપુર ખાતે ભાજપની કાર્યકારીની બેઠક મળી હતી. જેમાં પણ પાટીલના અનુગામી તરીકે રાજકીય અટકળોએ જોર પકડ્યું હતુ. જો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતે નહીં ત્યાં સુધી ભાજપ હાઈકમાન્ડ સી.આર. પાટીલને હટાવવાના મૂડમાં નથી. હવે વાવ બેઠક પર કમળ ખીલ્યા બાદ પાટીલ તરફથી સંકેત મળતા ભાજપ હાઈકમાન્ડ શું નિર્ણય કરે તે જોવું રહ્યું?

આ સમાચાર શેર કરો