મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઉદવાડા રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ, બંને ગાયના મોત

ગુજરાતમાં વંદે ભારત ટ્રેન રેલવે ટ્રેક પર દોડવાની શરૂ થઇ છે ત્યારથી અનેક વાર આ ટ્રેનને અકસ્મ

ઉદવાડા રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ, બંને ગાયના મોત

ગુજરાતમાં વંદે ભારત ટ્રેન રેલવે ટ્રેક પર દોડવાની શરૂ થઇ છે ત્યારથી અનેક વાર આ ટ્રેનને અકસ્માત નડ્યા છે, ત્યારે ઉદવાડા રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાઈ હતી. જેમાં બે ગાયોના મોત થયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે મુંબઈથી અમદાવાદ જતી વંદે ભારત ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ઉદવાડા રેલવે સ્ટેશન નજીક વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાતા અકસ્માતના પગલે ટ્રેન રોકાતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતાં. જોકે, આ અકસ્માતમાં બે ગાયોના ઘટના સ્થળે મોત થયા છે.

અકસ્માત થતા ટ્રેનને થોડી મિનિટો માટે રોકી દેવામાં આવી હતી

અકસ્માત થતા ટ્રેનને થોડી મિનિટો માટે રોકી દેવામાં આવી હતી. ચેકીંગ કર્યા બાદ ટ્રેનને ફરી આગળ રવાના કરવમાં આવી હતી. જે બાદ રેલવે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. 

આ સમાચાર શેર કરો