સુરેન્દ્રનગર: વઢવાણની 16 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે ફટકારી 10 વર્ષની સજા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પે.પોક

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના ગ્રામ્ય વિસ્તારની સગીરાને ભગાડી દુષ્કર્મ આચરનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે ૧૦ વર્ષની આકરી સજા ફટકારી છે. આરોપીએ વર્ષ ૨૦૧૮માં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો.
૧૬ વર્ષની સગીરાને આરોપીએ લગ્નની લાલચ આપી
વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી ૧૬ વર્ષની સગીરાને ગત તા.૨૭ જુલાઈ ૨૦૧૮ના રોજ રાકેશ ઉર્ફે ભેલુડો કોડીયા લલચાવી ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. નરાધમે સગીરાને લગ્નની લાલચ આપી હતી.
આ પણ વાંચો VIDEO: લેટરકાંડ મામલે નારણ કાછડિયાએ ઉઠાવ્યા ગંભીર સવાલ; કહ્યું-'પોલીસે કોના ઈશારે...., તપાસ થવી જ જોઈએ'
પરિવારજને જોરાવરનગર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
જે અંગે સગીરાના પરિવારજને જોરાવરનગર પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કામગીરી હાથ ધરી સગીરાને ભગાડી જનાર આરોપીને ઝડપી લીધો હતો.
આરોપીને કોર્ટે 10 વર્ષની આકરી સજા ફટકારી
જે અંગેનો કેસ તાજેતરમાં સ્પેશિલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી દસ્તાવેજી પુરાવાઓના આધારે પોક્સો કોર્ટના જજએ સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર રાકેશ ઉર્ફે ભેલુડો કોડીયાને ૧૦ વર્ષની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે.






