મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Aravalli: માલપુરમાં વાત્રક નદીમાં દંપતીએ બાળક સાથે ઝંપલાવ્યું, પતિનું મોત

અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક દંપતીએ ત

Aravalli: માલપુરમાં વાત્રક નદીમાં દંપતીએ બાળક સાથે ઝંપલાવ્યું, પતિનું મોત

અરવલ્લી જિલ્લાના માલપુર નજીક વાત્રક નદીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક દંપતીએ તેમના બાળક સાથે નદીમાં કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને બાળકને બચાવી લેવામાં આવ્યા હતા.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ, બુધવારે (27 ઓગસ્ટ) વહેલી સવારે અરવલ્લીમાંથી પરિવાર દ્વારા સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી. પતિ-પત્નીએ બાળક સાથે માલુપર પાસેની વાત્રક નદીમાં ઝંપલાવ્યું હતું. જોકે, સ્થાનિકોને આ વિશે જાણ થતા તુરંત પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા નગર પાલિકાની રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ત્રણેયને નદીની બહાર કાઢવામાં આવ્યા. જોકે, આ દરમિયાન પતિનું મોત નિપજ્યુ હતું પરંતુ પત્ની તેમજ બાળકોના શ્વાસ શરૂ હતા. પોલીસ અને રેસ્ક્યુ ટીમ દ્વારા પત્ની અને બાળકને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

પોલીસે હાથ ધરી તપાસ

આ મામલે પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે હાલ પતિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના કારણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસ પત્નીનું નિવેદન અને પોસ્ટ મોર્ટમના રિપોર્ટ આધારે કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરશે. 

આ સમાચાર શેર કરો