મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહેસાણા પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ: ૩ મહિના જૂના રોડ ડિવાઈડર તોડાતા વિવાદ

મહેસાણા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિ

તસવીર: gstv

મહેસાણા નગરપાલિકાની કામગીરી સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે. મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોવાનો આક્ષેપ કર્યો છે. માત્ર ત્રણ મહિના પહેલાં જ લાખોના ખર્ચે બનેલા રોડ ડિવાઈડરોને તોડી પાડીને ત્યાં ફરીથી નવા ડિવાઈડર બનાવવાની કામગીરી શરૂ કરાતા વિવાદ સર્જાયો છે. મહિલા કોંગ્રેસ પ્રમુખ ડો. મેઘા પટેલે સવાલ ઉઠાવ્યો છે કે આટલા ટૂંકા ગાળામાં કરોડોની સરકારી સંપત્તિ તોડવાની શું જરૂર હતી? તેમણે ચીમકી આપી છે કે જો પાલિકા આ અંગે સત્તાવાર ખુલાસો નહીં કરે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો